Saturday, December 27, 2014

મતલબ અને મકસદના શેર ચંદ લખ તું!

છૂટે   નહીં   ક્યારેય   એ   સંગ   લખ   તું,
ને   ઊતરે   સ્હેજે   ન   એ   રંગ  લખ  તું.

ભેગું   થયું   પીડા   તણું   દળ   મનોમન,
કાગળ  લઈ  ચલ  આ કરુણ જંગ લખ તું.

સમતોલ    કરવા   દર્દના   ભારને   કોઇ,
ખુશહાલ   દિલનો   કોઇ   ઉમંગ લખ તું.

તય  હો  મિલન  ને તોય મળવા ન પામે,
ખંડિત  દિલોની  એ  સભા  ભંગ  લખ  તું.

ઓવારી  જાયે  જે  લઢણ  પર બધાં લોક,
એવી  કશી  ઢબ  લખ  તું  કે  ઢંગ લખ તું.

ટાગોર   પણ   પ્રગટે   વળી  કોઇ  કલમે,
સૌ  થાય  વશ, એવા શબદ બંગ લખ તું.

કરવા   અમારે   પણ   હવે   પાપ  થોડાં,
વર્જિત   ફળો   એકાદ  બે  નંગ  લખ  તું.

પાવક    નદીમાં   મારવી   ડૂબકી   એક,
ધોવાય   જેમાં   પાપ  એ  ગંગ  લખ  તું.

તૂટી   જતું   દિલ  કેમ  નાની  શી  વાતે?
જે  ઘાવ  સહે  એવું  સબળ  અંગ લખ તું.

No comments:

Post a Comment