Wednesday, May 6, 2015

શબ્દગમ્મત: મર્સીડિઝ, મ્યાનમાર, લગ્ન

મર્સીડિઝ: ગઈકાલ સુધી જે એક ટંક ભોજનની ડિશ માટે બીજાની 'મર્સી' (દયા) પર જીવતાં હતાં એ હવે મર્સીડિઝ ગાડી ફેરવતા થઈ ગયા છે અથવા ગઈકાલ સુધી જે મર્સીડિઝ ગાડી ફેરવતાં હતાં એ હવે એક ટંક ભોજનની ડિશ માટે બીજાની 'મર્સી' (દયા) પર જીવતાં થઈ ગયા છે.

મ્યાનમાર: હરીફ દ્વારા એવો 'માર' પડવો કે તલવાર 'મ્યાન' કરવા સિવાય કોઇ વિકલ્પ જ ન રહે!

લગ્ન: એકથી વધુ છોકરીઓ પ્રત્યેની કામવાસનાનું માત્ર એક જ છોકરી પ્રત્યે કેન્દ્રીકરણ કરવામાં આવે તેને લગ્ન કહે છે. 

No comments:

Post a Comment