Pages

Monday, May 18, 2015

હસ્તમૈથુન અને પ્રેમપૂર્ણ વિજાતીય વ્યક્તિઓ વચ્ચેનો સમાગમ (વત્સલ વસાણી)

હસ્તમૈથુન કે જાતીય સમાગમ વખતે માત્ર વીર્ય બહાર નીકળે છે અને એટલે જાતીય સમાગમ કે હસ્તમૈથુન પછી વ્યક્તિને ઢીલાશ કે રાહતનો અનુભવ થાય છે. અંદર ઉછળતી શક્તિ અને બેચેનીના સતત ધક્કા પુખ્તવયની કામાતુર વ્યક્તિને વાગે છે અને હસ્તમૈથુન કે સંભોગ દ્વારા જ્યારે વીર્ય સાથે એ શક્તિનો પ્રવાહ બહાર નીકળી જાય છે ત્યારે રાહત થાય છે.

કામવિજ્ઞાન અને તંત્રની દ્રષ્ટિએ હસ્તમૈથુન અને બે પ્રેમપૂર્ણ વિજાતીય વ્યક્તિઓ વચ્ચેનો સંભોગ એ એક જ ક્રિયા નથી. હસ્તમૈથુનમાં શક્તિનો પ્રવાહ બહાર વહી જાય છે જ્યારે બે પ્રેમપૂર્ણ વિજાતીય વ્યક્તિ સંભોગ કરે ત્યારે ચરમસીમાની સ્થિતિમાં બંને વ્યક્તિના શરીરમાંથી શક્તિનો એક પ્રવાહ વહે છે.

વીર્યની સાથે સાથે પુરૂષના શરીરમાંથી શક્તિ કે પ્રેમનો પ્રવાહ સામેના સ્ત્રી પાત્રના શરીરમાં જાય છે. અને સ્ત્રી પોતાની ચરમસીમાની ક્ષણોમાં સ્ખલિત થઈને ઊર્જાનો પ્રવાહ પુરૂષના શરીરમાં મોકલે છે. એમ ઊર્જાનું એક વર્તુળ બને છે અને શક્તિનો નાશ થતો નથી. કદાચ આ કારણે જ નવા નવા લગ્ન પછી સુકલકડી જેવા લાગતા યુવક યુવતી પણ પુષ્ટ, આનંદિત અને ઉત્સાહસભર બની જાય છે.

- વત્સલ વસાણી (ગુજરાત સમાચાર, 13 ઍપ્રિલ 2004)

No comments:

Post a Comment