Tuesday, October 13, 2015

મારી કેટલીક વિચારકણિકાઓ, વનલાઈનર્સ વગેરે...

जी सिनेमा जितनी बार 'तिरंगा' फिल्म दिखा चुका है उतनी बार तो आज़ादी के बाद भी तिरंगे लहराए गए नहीं होंगे।


He is so addicted to Facebook that he yells "Tag out" instead of "Get out"!


નર્મદાના પાણી સાબરમતી સુધી પહોંચી ગયા પણ અમુક ગોબરમતિઓ હજી સુધી નર્મદા યોજનાનું મહત્ત્વ સ્વીકારવા તૈયાર નથી.


A round green symbol showing online status of someone in a chat does not necessarily signify a green signal to start a chat with them!


પુસ્તકને બદલે ચોપડી કહીએ અને પ્રકાશિતને બદલે 'છપાયું' એવું કહીએ તો અમુક લેખકો એવા છંછેડાઈ જાય છે કે જાણે સ્ત્રીને બૈરું કહ્યું હોય!


રાજકારણીએ સંવિધાનનો સતત અભ્યાસ કરવો જોઈએ. કવિએ છંદવિધાનનો અભ્યાસ કરતા રહેવું જોઈએ.

Opposition members who often rush to the 'well' of the House are actually harming the 'well'ness of the country.


આતંકવાદનું ઉચ્ચાટન કરવામાં ન આવે તો ઉચાટ થયા કરે છે.


છેડતી કરનારનો કોઈ સામનો ન કરે તો આગળ જતાં બળાત્કાર કરવાની એનામાં હિંમત આવી જાય એમ ફેસબુક પર અમુક લોકોને પોતાના વાહિયાત જોડકણાં પર થોડીઘણી દાદ મળતાંની સાથે જ આગળ જતાં એ ગઝલ કે સોનેટ લખવાની હિંમત કરે છે. ઉપદ્રવી કવિઓની હિંમત વધી છે કે લોકોનો ટેસ્ટ સાગમટે ખાડે ગયો છે કે બંને ઘટનાઓ એકસાથે થઈ છે એ નક્કી કરવું અઘરું છે.


અખબારો અને મૅગેઝિન્સનાં સર્ક્યુલેશનના આંકડા ચૂંટણી વખતે રાજકારણીઓ દ્વારા જાહેર કરવામાં આવેલી સંપત્તિના આંકડા જેટલાં જ વિશ્વસનીય હોય છે.


પોતાના કામુક વર્તન બદલ સ્ત્રીની માફી માંગતો પુરુષ એ ડાળી પર ઝૂલવા બદલ ઝાડની માફી માંગતા વાંદરા જેવો છે!



રાજીવ ગાંધીની બુદ્ધિમતા માટે મને એટલું જ માન છે જેટલું સોનિયા ગાંધીના હિન્દી પરના પ્રભુત્વ માટે અને રાહુલ ગાંધીની લિડરશિપ સ્કીલ્સ માટે છે! 


મને બધું જ આવડે છે અથવા બધું જ ખબર છે એવો ઢોંગ કરીને પરાણે જ્ઞાની હોવાની છાપ ઊભી કરવાને બદલે નિખાલસતાથી અજ્ઞાનનો સ્વીકાર કરીને તત્પૂરતો બેવકૂફ દેખાવાનું વધારે પસંદ કરું.



આપણાં મૌલિક લખાણમાંથી પૈસા ઉપજાવવા એ અનુભવ કે લાગવગ વિના સારી નોકરી મેળવવા જેવું કપરું કામ છે. 



કોઈ ફંક્શનમાં આમીરની ઍન્ટ્રી થવાની હોય એ પહેલાં શાહરૂખ નીકળી જાય એમ વરસાદનું ઝાપટું પડતાની સાથે જ ડીટીએચના સિગ્નલ ડિશને ટાટા કરીને સ્કાય સુધી પહોંચી જાય છે. 



સ્વાદ અને પોષણ એ બંનેનો કોઈ ખોરાકમાં સંગમ થવો જેમ દુર્લભ છે બિલકુલ એ જ રીતે સૌંદર્ય અને શાલીનતાનો કોઈ છોકરીમાં સંગમ થવો દુર્લભ છે.


એક જ મહિનામાં ઉસ્તાદ અમજદ અલી ખાન, ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન અને આશાજી જેવા સંગીતના ત્રણ દિગ્ગજો સાથે મુલાકાત કરનાર પીએમ મોદીજીને શાસ્ત્રીય સંગીતના રાગોનું જ્ઞાન કદાચ ન હોય તો પણ બે એવા રાગ છે જેમાં એમની નિપુણતા નિર્વિવાદ છે: રાગ દરબારી અને રાગ જનસંમોહિની (Mass Hypnotism/Hysteria). 


ग़ुरूर दूर करे वो सच्चा गुरू ! 


આજના ગુજરાત સમાચારમાં વિશ્વકપ ફૂટબૉલમાં બહાર ફેંકાયેલી ટીમોનું લિસ્ટ વાંચ્યું ત્યારે પહેલી વાર ખબર પડી કે ઑસ્ટ્રેલિયા એશિયામાં આવે ! એ લોકો ગુજરાતી છાપા વાંચતા-સમજતા નથી એ સારું છે નહીં તો ત્યાંના નાગરિકો પોતાને એશિયામાં ગણાવવા બદલ સામૂહિક આપઘાત કરી લે ! (30 June 2014) 


પુતિન પણ શ્રાવણ મહિનો કરે તો એ પુનિત થઈ જાય.


સ્વાનુભૂતિ વિના લખતા લેખક માટે મને હંમેશાં સહાનુભૂતિ જાગે છે.


કોઈની ભક્તિરચનામાંથી પણ વિભક્તિના પ્રત્યય શોધવાની કોશિશ કરે એ વિવેચક કહેવાય.

1 comment:

  1. આપની વિચાર કણિકાઓ અદ્વિતિય લઘવ કૌશ્લ્ય દર્શાવે છે.

    ग़ुरूर दूर करे वो सच्चा गुरू !

    ReplyDelete