Sunday, June 1, 2014

ઍપ્લાય ઍન્ડ ઍપ્લાય બટ નો રિપ્લાય!

બેકારી...બેરોજગારી...Unemployment. કૉલેજના ઉંબરા બહારથી નીકળ્યા પછી અને દુનિયાદારીના પગથિયા ચડવાની શરૂઆત કર્યા પછી આ અવસ્થાની કામચલાઉ ઝપટમાં કોણ નહીં આવ્યું હોય? તમારામાં ક્ષમતા છે એવો વિશ્વાસ બધા આપતાં હોય પણ નોકરી આપવાની કે અપાવવાની મમતા કોઈ બતાવતું ન હોય એવી સ્થિતિને બેકારી કહે છે. મા-બાપ પર લાંબા સમય સુધી અવલંબિત રહેવું પડતું હોય એવી પરાવલંબી ભારતીય સમાજ વ્યવસ્થામાં પ્રથમ વખત જાતે કમાયેલાં પૈસા કેટલો બધો આનંદ આપે છે! દસેક વર્ષ પહેલાં બેરોજગારીના કામચલાઉ, દિશાહીન તબક્કામાં લખેલી એક કવિતા પ્રસ્તુત છે:


કોઇ કહે છે એને રૅઝ્યુમી

પણ બેકારી છે બિલકુલ ગ્લૂમી

કોઇ કહે છે એને સી.વી.

બેકારીની કડવાશ છે મારે પીવી

કોઇ કહે છે એને બાયો-ડેટા

નોકરી જલ્દી શોધ મારા બેટા!

કોઇ કહે છે એને પ્રોફાઈલ

મળે એમાં માત્ર સ્માઇલ સ્માઇલ

કોઇ કહે છે એને સિલૂઍટ

ભટકે એમાં બેકારોનાં પ્રેત

નામ-રૂપ જૂજવાં

અંતે તો ઍપ્લાય ઍન્ડ ઍપ્લાય

બટ નો રિપ્લાય!

No comments:

Post a Comment