બાળવા મૂક્યાં પત્રો મેં તેમના,
આગમાં પણ ચમક આવી, માનશો?
* * * * * *
ગોઠવાતો તો નથી હું રૂઢિઓના ચોકઠામાં,
એક બીબું તોય એનામાં મને ઢાળ્યા કરે છે
* * * * * *
લગાલગા સમીપ લાગશે અહીં હવે મને
રચીશ ગઝલ છંદ સહિત હું પછી જુદી જુદી
* * * * * *
ભેગું થયું પીડા તણું દળ મન મહીં
કાગળ લઈ ચલ આ કરુણ જંગ લખ તું
* * * * * *
જલન ન થાય એવો પ્રણય કોના ભાગ્યમાં હોય છે?
તાપ સહન કરો તો મળે આકાશજળ, ધીરજ ફળે!
* * * * * *
આવી અનાયાસે નયનમાં સ્મરણનું અંજન મુને જ્યારે જરા આંજી જતી
લીલોતરી જેવી સ્મૃતિ અહીં એક કોરા કાગળ પર સહજ સ્વયં તાજી થતી
આવી અનાયાસે નયનમાં સ્મરણનું અંજન મુને જ્યારે જરા આંજી જતી
લીલોતરી જેવી સ્મૃતિ અહીં એક કોરા કાગળ પર સહજ સ્વયં તાજી થતી
* * * * * *
લેખ લખતાં લખતાં વિધિ તણાં, કલમની શાહી ખુટી
તો અશ્રુધારા નિયતિ લખવા મદદમાં આવી ચડી
* * * * * *
કોશિશ કરો ઉકેલવાની, ગૂંચ એટલી પડે
જીવતર કોક આંસુ પાયેલો જટિલ દોર છે
* * * * * *
કોશિશ કરી સૂવા ઘણી નીંદર છતાં આવે નહીં
બીમાર મનને સ્વપ્ન કો' કેમે કરી ભાવે નહીં
* * * * * *
તારી ઉદાસી મારી અમાસ, તારી ખુશી મારી પૂનમ
મળતાં રહીશું આપણે કારણ-અકારણ જનમો જનમ
* * * * * *
શબ્દોનાં તરાપા પર સવાર થઈ નીકળ્યો છું
પડકારોના અફાટ ઘૂઘવતાં સમંદરમાં!
* * * * * *
વાતાવરણમાં અચાનક આવતો પલટો
જાણે ખૂબસૂરત સ્ત્રીની નિરંકુશ ઊડતી લટો.
* * * * * *
wi-fiના સિગ્નલ કેટલે?
ઘરનું આંગણું આવ્યું એટલે...
* * * * * *
હતાં મારા જે અખૂટ રસનાં વિષયો,
તેથી જ બન્યો હું નીરસ એની નજરમાં...
(I appeared boring to her due to immense range of interesting subjects I had immersed myself in.)
* * * * * *
ન ખીલવાની જીદ લઈને બેઠી છે એક કળી,
માળીને મૂંઝવણ છે: માવજત કેમ ન ફળી?
* * * * * *
* * * * * *
કવિતામાં વજનની સાથે જીવનમાં સ્વજન જેવું પણ હોવું જોઈએ
ઈશ્કિયા શાયરીને સંતુલિત કરવા ભજન જેવું પણ હોવું જોઈએ
* * * * * *
* * * * * *
असली चहेरे से लोगों को होती थी बड़ी तकलीफ़
मुखौटा पहनना शुरु किया तो हर जगह सराहा गया !
No comments:
Post a Comment