આજના ગુજરાત સમાચારમાં ફિલ્મી ગોસિપને ફાળવવામાં આવેલા પાન પર એક સમાચારમાં વિદ્યા બાલનનું કટાક્ષકથન વાંચ્યું કે, "(પ્રસાર) માધ્યમોએ મને 10 મહિનામાં 10 વાર ગર્ભવતી બનાવી!" ફિલ્મી હસ્તીઓનાં અફેર, હવાફેર અને જીવનમાં થતાં હેરફેરમાં પ્રચાર માધ્યમોને અસાધારણ રસ પડતો હોય છે. આ સમાચાર વાંચીને લાગ્યું કે ગામના મોઢે જેમ ગળણું બાંધી શકાતું નથી એમ અખબારો દ્વારા જેને ઉત્તેજન આપવામાં આવે છે એવી ગોસિપને ફિલ્ટર કરી શકાતી નથી. માધ્યમો ગમે તેવા સિંગલ લોકોને ડેટિંગ કરતાં હોવાનું બતાવી શકે છે, ડેટિંગ કરનારા લોકો પરણી ગયાં એવા સમાચાર ઉપજાવી શકે છે અને પરીણિત સ્ત્રીને કોઈપણ તબીબી પુષ્ટિ કે સત્તાવાર નિવેદન વિના ગર્ભવતી બનાવી શકે છે! (જાણે સપનામાં કોઈ પેથોલોજીસ્ટ એમને પ્રેગનન્સિ માટેના યુરિન ટેસ્ટના પૉઝિટિવ પરિણામો બતાવી ગયો હોય!) પ્રચાર માધ્યમો ગંભીરતાથી માહિતીની ખરાઈ કરવાના બદલે નાના બાળક જેવું વર્તન કરીને સ્ત્રીને પ્રેગ્નન્ટ બનાવી દે છે! માધ્યમોએ ફેલાવેલી અફવાઓના સ્પર્મ કાઉન્ટથી વારંવાર કાલ્પનિક ગર્ભાવસ્થા પ્રાપ્ત કરનારી જાણીતી અભિનેત્રીઓમાં એન્જેલીના જોલી, લેડી ગાગા, જેનિફર એનિસ્ટન બાદ હવે વિદ્યા બાલનનો ઉમેરો થયો છે. વિદ્યા બાલને કરેલી સ્પષ્ટતા વિશેના સમાચાર વાંચો:
આ સાથે ગર્ભાવસ્થાની અફવાઓનો ભોગ બનેલી હસ્તીઓ વિશેની રસપ્રદ લિંક:
Celebrity Pregnancy Rumors: 11 Stars Who Always Seem Pregnant, But Never Really Are
No comments:
Post a Comment