અશ્વગધ્ધા: અશ્વ જેવી દોડવાની શક્તિ અને ગધેડાની જેમ લાત મારવાની શક્તિ આપતી દવા. અશ્વગંધાનું સુધારેલું સંસ્કરણ છે.
ઑક્સિમોરોન (Oxymoron): જે મોરોન (મૂર્ખ વ્યક્તિ)ને બુદ્ધિના ઑક્સિજનની જરૂર હોય તેને ઑક્સિમોરોન કહે છે.
કસરત: બૉડીબિલ્ડર બનવા માટે શરીરનો કસ કાઢવામાં રત રહેવાની ક્રિયા. જીમના સંચાલકો ઊંચી ફી વસૂલીને મૅમ્બરનો કસ કાઢવામાં રત હોય છે.
ઘેરસમજ: ગેરસમજ કરતાં અલગ પરિસ્થિતિ છે. અતાર્કિક ફિલ્મો કે કળાકૃતિઓમાંથી પસાર થતી વખતે સમજ ઘેર ગિરવે મૂકી દેવી પડે તેને ઘેરસમજ કહે છે.
ચોરપર્સન: કોઈ કંપનીના વડા કે અધ્યક્ષને ચેરપર્સન કહેવાય તો ચોરી કરતી વ્યક્તિને ચોરપર્સન કહેવાય?

જનરેશન: જન એટલે કે લોકોને આપવામાં આવતું રેશન.
ઝપ્પીદાસ: જાદુની ઝપ્પી આપવાની શોખીન વ્યક્તિ.

ટ્રાન્સલેશન (Translation): બાળક સ્કૂલનું લેસન કરતી વખતે ટ્રાન્સ (Trance: સમાધિ)માં આવી જાય તેને ટ્રાન્સલેશન કહે છે.
દિગ્ગજ: કોઈપણ વિષયમાં ઊંડું ડિગ (dig) કરવામાં, ખોદવામાં જેનો ગજ વાગતો હોય તેવી વ્યક્તિ.
નાજનીન: મૃત્યુ પછી જેના જનીન સાચવી રાખવાનું મન થાય એવી અત્યંત ખૂબસૂરત સ્ત્રી.
પપ્પીદાસ: ઈમરાન હાશ્મીની જેમ પપ્પી કરવાની શોખીન વ્યક્તિ.
બોરિંગ ટોન: સાંભળતાં કંટાળો આવે એવો મોબાઈલનો રિંગ ટોન.
મૂર્ધન્ય: ડેમી મૂર જેવી અભિનેત્રીને પામીને ધન્ય બનેલો પુરુષ.
મોડેસ્ટ/લેટેસ્ટ (Modest/Latest): સૌથી મોડાં કે લેટ આવનાર માટેના સમાનાર્થી શબ્દો.

સાપુતારા: અહીં વરસો પહેલાં સાપોના ઉતારા હોવાનું મનાય છે.
No comments:
Post a Comment