શી રીતે એ કરે છે નિજ કલાને કાયમી maintain,
અવિરત એ કર્યા જ કરે છે શ્રોતાઓને entertain.
ખબર તો છે કે દુનિયામાં ઘણુંયે છે uncertain,
કરી નિશ્ચિત જગ્યા એમણે દિલમાં એ છે certain.
શું આવ્યા છે લઈને કોઇ અક્ષયપાત્ર પ્રતિભાનું?
સદાયે ફૂટતો રહે એવો છે પ્રતિભાનો fountain.
કૂવામાંથી હવાડે એમ બારોબાર ના આવે,
ચકાસીને મહીં જોવું કરે શું પાત્ર આ contain?
સતત એ ધાર કાઢે છે સ્વયમની બુદ્ધિની કાયમ,
સમય બગડે એવી પ્રવૃત્તિઓથી રહે છે એ abstain.
ભરાતું રહે ટીપેટીપે સરોવર એ ખબર તો છે,
કરી ભેગી એણે રજ રજ બનાવ્યો મસ્ત mountain.
No comments:
Post a Comment