જૂની
કહેવતો/રૂઢિપ્રયોગો/પદો/પંક્તિઓ
|
નવી
કહેવતો/રૂઢિપ્રયોગો/પદો/પંક્તિઓ
|
ઓછું પાત્ર અદકું
ભણ્યો,
વઢકણી વહુએ દીકરો
જણ્યો
|
ઓછું વાંચન ને બ્રાઉઝિંગ બહુ,
FB પર કમેન્ટ કરવા ચાલ્યા સહુ
|
ઉલમાંથી
ચૂલમાં....
आसमान से गिरा, ख़ज़ूर पे अटका
|
ફેસબુકમાંથી હટ્યા તો Whatsappમાં ભરાયાં
|
કાણાંને કાણો ન
કહીએ...
|
કાણાંને કાણો ન કહીએ. એક આંખવાળો દ્રષ્ટા કહીએ.
|
ડાહી સાસરે ન જાય
અને ગાંડીને શિખામણ આપે
|
ડાહી પાસવર્ડ ન બદલે
અને ગાંડીને શિખામણ આપે
|
તિલક કરતાં ત્રેપન
થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ. |
બ્લૉગિંગ કરતાં બાવન થયાં, કમ્પ્યૂટરના પાર્ટ્સ
ઘસાણાં
તોય ના લાધ્યું સાયબર જ્ઞાન, ખુદની ચાલમાં ખુદ ફસાણાં |
બોલે એના બોર
વેચાય
|
બહુ બોલે એ બીજાને
બોર પણ કરે
|
ભોમિયા વિના મારે
ભમવા’તા ડુંગરા,
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, |
GPS વિના મારે કરવું'તું નેવિગેશન,
ઘૂમવી'તી સ્ટ્રીટ્સ ને શોધવું'તું લોકેશન.... |
માણસ મૃત્યુ પામે તો એવું કહેવાય કે, "એણે ફાની દુનિયામાંથી વિદાય લીધી..."
|
જંગલમાં પ્રાણી મરી જાય તો
કહેવાય કે, "એણે "રાની"
દુનિયામાંથી વિદાય લીધી.."
|
માંગ્યા વગર તો
માં પણ ન પીરસે
|
માંગ્યા વગર તો
સર્વર પણ ડેટા ન મોકલે
|
વાંદરાને નિસરણી
મળવી
|
હૅકરને સ્ક્રિપ્ટ
મળવી
|
HANDLE WITH CARE
(કોઈ નાજુક વસ્તુના બૉક્સ પર લખેલી સૂચના)
|
HANDLE WITH CARESS
(સુંદર સ્ત્રીઓના શરીર પર લખાયેલી અદ્રશ્ય સૂચના)
|
Friday, March 29, 2013
કહેવતો/રૂઢિપ્રયોગો/પદો/પંક્તિઓ.... જૂનાં અને નવાં
Subscribe to:
Post Comments (Atom)
Beautiful comparison of old b new quotations.
ReplyDeleteસુંદર પોસ્ટ.. કેટલીય પોસ્ટ ગમી છે.. comment લખવાની આળસ .જુની ને નવી સમજી આનંદ લેવો.
ReplyDelete