નિયમિત કસરત કરવાથી જીવનમાં તણાવ ઓછો થાય છે. નિયમિત કસરત કરવા છતાં પ્રૉફેશનલ બૉડી બિલ્ડર જેવો દેખાવ ન મળે તેનાથી જીવનમાં તણાવ વધે છે.
* * * * * *
બાહ્ય જગતના વિચારો, નિયમો, સિદ્ધાંતો સાથે થતાં ગતિરોધમાંથી સર્જકને પોતાની અભિવ્યક્તિ માટેનાં વિચારબીજ સાંપડે છે. સર્જકનું કામ પરિવર્તનના 'પ્રહરી' બનવાનું નથી, એણે તો પોતાને દેખાતી અને અકળાવતી વિસંગતિઓ પર કલમ ચલાવતાં 'પ્રહારી' બનવાનું છે. એના સર્જનમાંથી પ્રેરણા લઈને વાચકો વ્યક્તિગત કે સામૂહિક સ્તર પર પરિવર્તન આણવાની કોશિશ કરે એ સર્જનની આડનીપજ ચોક્કસ બની શકે.
* * * * * *
ડ્રાય સ્ટેટમાં આલાતરીન શરાબ જોઈને લિકરલોલુપ વ્યક્તિને જે અનુભૂતિ થતી હોય છે કંઈક એવું જ વરસાદની મોસમમાં કવિ અનુભવે છે.
વાહ, નિયમિત કસરતના લાભાલાભ!!!!!! સમજાવવા માટે આભાર.....
ReplyDeleteમોબાઈલ કવિતા, સરસ.