Some more quotable quotes by me compiled from my Facebook profile:
1. ગરબા રમતી વખતે આદ્યશક્તિની આરાધના અને રમતા રમતા ભૂખ લાગે તો ગ્રાઉન્ડ પરના ફૂડ સ્ટૉલ્સ ખાતે ખાદ્યશક્તિની આરાધના સાથે સૌને નવરાત્રિની શુભકામનાઓ!
2. ભારતની બધી ભાષાઓનાં વિવેચકો માટે સુવર્ણ તક: તમારા કોઇપણ વિવેચન સંગ્રહને ભૂલથી સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળ્યું હોય તો એ પરત કરીને ચર્ચામાં રહેવાની અમૂલ્ય તક ચૂકવા જેવી નથી! દોડો, દોડો, દોડો! ઑફર ઍવોર્ડ પરત કરવાથી મચી જતી સનસનાટીના પૂર ઓસરે નહીં ત્યાં સુધી જ!
3. ઍવોર્ડ આપવા માટેના સમારોહની જેમ હવે સાહિત્ય અકાદમીએ ઍવોર્ડ પરત લેવા માટેના સમારોહની જાહેરાત કરી જ દેવી જોઈએ.
4. ભવિષ્યમાં જેમને સાહિત્યિક સન્માન મળવાનું હોય એ લોકો બાદમાં કોઇ કારણસર એ સાભાર પરત કરવા ઇચ્છતા હોય તો એમાં સરળતા ખાતર હવે સાહિત્ય અકાદમી સન્માનની સાથે મોટા કદનું પોસ્ટેજ પેઈડ ઍન્વેલપ પણ આપવાનો વિચાર કરી રહી છે.
5. ફેસબુક પર ત્રણ-ચાર વર્ષ જૂની પોસ્ટ શોધીને લાઇક કરતાં લોકો વ્યવસાયે પુરાતત્વવિદ હશે?
6. जुलाई-अगस्त का भूला अगर सितम्बर में लौट आए तो उसे भूला नहीं कहते, मानसून कहते है।
7. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા,
વિસર્જનથી થતી હાલાકી સાથે નહીં કોઇ લેવાદેવા!
8. કહેવું પડે ! એક તો 1965ના યુદ્ધમાં ભારત હાર્યું હોવાનું પાકિસ્તાન પોતાના ઇતિહાસના પુસ્તકોમાં ભણાવે અને દર 6ઠ્ઠી સપ્ટેમ્બરે વિજયના પ્રતીક તરીકે યૌમ-એ-દિફા (ડિફેન્સ ડે) ઉજવે પણ ખરું. ચોરી પર સીનાજોરીના આવા એક શોધતા અસંખ્ય ઉદાહરણો મળી આવે. પાકિસ્તાનના ડિફેન્સ ડેને ડંફાસ દિન કહી શકાય?
9. When few people commented that I have changed a lot after marriage I felt proud of the consistency in my behaviour.
10. હજી સુધી તો ગઝલના લય અને જીવનના લય વચ્ચે કોઇ એકરૂપતા આવી નથી. મેં લખેલાં એક શેર મુજબ "છંદ તો સમજી ગયો પળવારમાં/હાથમાંથી તોય સરકી ગઈ ગઝલ" જેવી સ્થિતિ છે. ભગવાન પ્રશંસા કરતા મિત્રો ન આપે તો ચાલશે પણ કાન પકડીને ભૂલો તરફ અંગુલિનિર્દેશ કરી આપે એવા કટુ આલોચકો ચોક્કસ આપે.
11. ગુજરાતના સિંહોને મધ્ય પ્રદેશ ખસેડવા કરતાં વ્યાપમ સાથે જોડાયેલા લોકોને બીજા સલામત રાજ્યમાં ખસેડવા વધારે જરૂરી છે.
12. Driving liberates woman and a wrong-side driving on a freeway by a drunkard woman liberates soul of the person who is hit by her.
13. "औलाद वालों फूलों फलों".... कुछ औरतें डिलिवरी के बाद इस आशीर्वाद पर बड़ी गंभीरता से अमल करती हैं।
14. कुछ भी पकाना हो तो हमारे माइक्रोवेव कन्वेक्शन का दरवाज़ा आपके लिए हंमेशां खुल्ला है।
No comments:
Post a Comment