વાત જો એક હું કરું ન્યારી, માનશો?
કલ્પના નહિ, વાત છે સાચી, માનશો?
એમણે સંવારી જુલ્ફો જો એમની,
ના શક્યો આફતને હું ટાળી, માનશો?
ઝુલ્ફથી એ દે વિસામો આશિકને જો,
તો કદી નાગણ બને કાળી, માનશો?
જ્યારે વર્ષા બિંદુ સ્પર્શ્યા બદને એના,
તો મદિરા થઈ ગયું પાણી, માનશો?
આશ એવી કે મળે એ જળ ચાખવા,
બુંદ મૃગજળની જરા આવી, માનશો?
સ્વાદ મૃગજળનો અનોખો એવો રહ્યો,
હું નથી પીતો અસલ પાણી, માનશો?
મેં લખીને મોકલી ગઝલો એમને,
દાદની સાથે મના આવી, માનશો?
નામ સાથે બસ તખલ્લુસ બાકી રહ્યું,
એ બધી ગઝલો ગયા તાણી, માનશો?
બાળવા મૂક્યાં મેં પત્રો જો એમના,
આગમાં પણ શું ચમક આવી, માનશો?