मज़ारिअ मुसम्मन अख़रब मक्फ़ूफ़ मक़्सूर महज़ूफ़ छंद के कुछ उदाहरण-1: 221 2121 1221 212
(1)
બુડબુડ થશે અવાજ ઘડાને નમાવતા,
(1)
બુડબુડ થશે અવાજ ઘડાને નમાવતા,
ઝીણી કો' માછલીને ઘટસ્ફોટ લાગશે!
(ભગવતીકુમાર શર્મા)
(2)
ઘટના, પ્રસંગ ના કશો કોઈ બનાવ છે,
આખા શહેરમાં પછી શાનો તનાવ છે?
(દિનેશ ડોંગરે 'નાદાન')
(3)
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઇ મનુજે લખી નથી
(જલન માતરી)
(4)
મંઝિલને ઢૂંઢવા દિશાઓ કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે
(રવિ ઉપાધ્યાય)
(5)
શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ!
(ગની દહીંવાળા)
(6)
ઓચિંતો મધ્યરાત્રીએ ટહુકો થયો હશે,
બીજું તો કોણ હોય આ ટાણે સ્મરણ વિના ?
ચિન્હો કોઈ વિરામનાં એમાં મળ્યા નહીં,
કોણે લખી આ જિન્દગીને વ્યાકરણ વિના ?
(ઉદયન ઠક્કર)
(7)
કઠણાઈ મારી કેવી હશે, ક્યાસ કાઢજો,
વાંકું હતું નસીબ ને જીવન સીધું હતું
(બેફામ)
(8)
જીવનમાં રોજ શીખું છું હરદમ નવું નવું,
એ છે નિશાળ જેમાં રજા આવતી નથી
અશરફ ડબાવાલા
(9)
મળતા નથી એ વાતની ફરિયાદ પણ નથી,
ક્યારે મળ્યા હતા એ મને યાદ પણ નથી.
મનહરલાલ ચોક્સી
(10)
હૈયા મહીં અનેક વમળ ભારી, સુપ્ત છે,
સારું છે કે સ્વજનથી એ સઘળુંય ગુપ્ત છે.
- મગન 'મંગલપંથી'
No comments:
Post a Comment