જિંદગી એક અનંત ટ્રેજડી છે. માણસે એમાંથી પસાર થવા માટે થોડાંક આનંદના 'વિસામા' શોધીને થાક ઉતારતા જવાનું છે, જેથી પથરાળા માર્ગ પર દોટ મૂકવા માટે તાજામાજા થઈ શકાય. કોઇપણ કથા કે સાહિત્ય આવા 'રેસ્ટ પ્લેસ'ની ગરજ સારે છે. જેટલો એનો આનંદ માણવાની આપણી ક્ષમતા ઓછી એટલી જ આપણા જીવનમાં સુખની ક્ષણો ઓછી! જ્યાં પહોંચી ન શકાય તેનો આનંદ ન મળે...એ એક વાત થઈ પણ જે નજર સામે છે - એમાંથી રાજીપો મેળવી ન શકવા જેટલા આપણે 'અભણ' રહીએ તો પછી દુ:ખી થવાને લાયક છીએ!
- (જય વસાવડા, ગુજરાત સમાચાર: 16 માર્ચ 2005)
ભૂતકાળનાં પાગલ વાંચનના દિવસોમાં જે કંઈ સારું વાંચું એ ડાયરીમાં ટપકાવી લેવાની આદત રાખતો. ફેસબુકિયા અને સૅલફોનિયા વાંચનના વાવરના આજના જમાનામાં હવે એ ક્રમ રહ્યો નથી ત્યારે દાયકા જૂની નોટબુકમાંથી પસાર થતી વખતે જય વસાવડાના એક લેખનો ફકરો વાંચવામાં આવ્યો. સોલહ આની સાચી વાત જેવા ઉપરના ફકરા પરથી અનાયાસે જ બે ગીતો યાદ આવી ગયાં, ઍની ક્લિપ્સ અહીં પોસ્ટ કરું છું:
No comments:
Post a Comment