અન્યની શી રીતે કરશે માપણી,
કૈં અલગ ઊંચાઈ પર ખુદને ગણી.?
સ્નેહની કૂંપળ વિશે સમજે શું એ..?
જેણે જીવનભર નવી ભીંતો ચણી.
થાકનો તો પ્રશ્ન ક્યાંથી ઉદભવે,
છે સફરનો માર્ગ તારા ઘર ભણી.
હોય પરપોટો અને પથ્થર નજીક,
ફૂટવાની શક્યતા રહે છે ઘણી.!
પાંખ આવી કે એ બસ ઊડી જશે,
એ ગણીને, રાખજે તું લાગણી..!
સુનીલ શાહ
No comments:
Post a Comment