ફૂલને ભમરો નથી સ્પર્શ્યો જરી,
વાયરાએ વાત ત્યાં વહેતી કરી !
પુષ્પ ડાળીએ મજાનું એકલું ,
ઝૂલતું'તું શ્વાસમાં ખુશબો ભરી.
પાંખડીઓ કેમ કરમાઈ હશે ?
લાગ જોઈ લાગે છે, 'છેડી ખરી !'
પર્વતે ટોક્યો, નદીએ ઝાટક્યો,
સૂર સહુનો એક છે : 'ભારે કરી !'
કામ આવી મિત્રતા ત્યાં ઓસની,
દોડી આવી તુર્ત ને હામી ભરી.
કેદમાં છે સાંજથી ભમરો સ્વયં,
વાયરો કહેશે ફરી ? 'જુઓ જરી !'
- મગન 'મંગલપંથી'
No comments:
Post a Comment