29 માર્ચ 2013નાં રોજ જૂની અને નવી કહેવતો, પંક્તિઓ, કડીઓની સરખામણી કરતી બ્લૉગ પોસ્ટ મૂકી હતી. બદલાતાં સમયને ધ્યાનમાં રાખીને ફેરફાર કરેલી નવી કહેવતો, પંક્તિઓ, વાક્યોનો બીજો ભાગ પ્રસ્તુત છે:
જૂની કહેવતો/રૂઢિપ્રયોગો/પદો/પંક્તિઓ
|
નવી કહેવતો/રૂઢિપ્રયોગો/પદો/પંક્તિઓ
|
છીંડે ચડ્યો એ ચોર
|
છાપે ચડી એ સિલેબ્રિટી....
|
નબળો ધણી બૈયર પર શૂરો
|
નબળો વડાપ્રધાન
વિપક્ષ પર શૂરો...
|
આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું....
|
ઍકાઉન્ટ હૅક થાય ત્યારે પાસવર્ડ બદલવાનું
વિચારવું.
|
મન ચંગા તો કથરોટ મેં ગંગા
|
તન નંગા તો ટીઆરપી એકદમ ચંગા...
|
ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળું મારવું
|
સિસ્ટમમાં હૅકિંગ થયા પછી સિક્યોરિટીના પગલાં લેવાં...
|
ઝાઝી કીડીઓ સાપને તાણે
|
(ફેસબુક પર) ઝાઝાં (સુંદર) ફોટાં લાઈક્સને તાણે.
|
શેઠની શિખામણ ઝાંપા સુધી....
|
લેખ વાંચ્યાની
અસર છેલ્લાં
ફકરાં સુધી..
અથવા
જનરલ નૉલેજનું
વાચન IAS થાઓ ત્યાં સુધી...
|
જેની રૂપાળી વહુ એના દોસ્તો સહુ.
|
ફેસબુક પર જેના રૂપાળા ફોટા એના ફ્રેન્ડલિસ્ટ મોટાં.
|
કોઈનો પ્રેમ ઓછો હોતો નથી, માત્ર આપણી અપેક્ષાઓ વધારે હોય છે.
(હરીન્દ્ર
દવે)
|
કોઈની લાઈક્સ કે કમેન્ટ ઓછી હોતી નથી, માત્ર આપણાં સ્ટેટસ અપડેટ્સ
વધારે હોય છે.
|
સળી માટે શ્રાદ્ધ અટકવું....
|
એકાદ ટકા બાકી હોય અને ડાઉનલોડિંગ
અટકી જવું....
|
હાર્યો જુગારી બમણું રમે...
|
હાર્યો સટોડિયો
બમણો સટ્ટો રમે...
|
એક ઈશ્વરને
માટે મમત કેટલી
એક શ્રદ્ધાને
માટે ધરમ કેટલાં
(શૂન્ય પાલનપુરી)
|
એક સ્ટેટસને
કમેન્ટ કેટલી...
એક કમેન્ટ માટે લાઈક કેટલી...
|
સુરાથી લઈ ને મેં કોશિશ કરી નમાઝ સુધી,
પણ એક સરખી કશામાં મજા નથી મળતી
(મરીઝ)
|
'ઘાયલ'થી લઈને મેં કોશિશ કરી 'બેફામ' સુધી.... મરીઝ જેવી એકસરખી મજા કશામાં આવતી નથી...
|
એક દર્દ હતું જેને સિગારેટની જેમ મેં ચૂપચાપ પીધું છે.
(અમૃતા પ્રીતમ)
|
એક ઢોકળું હતું જેને મેં રબરના ટાયરની જેમ ચૂપચાપ ચાવ્યું
છે.
(અશોક દવે)
|
No comments:
Post a Comment