બરફવાળા ગોળાની લિજ્જત હશે
સૂરજની ઉપર રાતું શરબત હશે!
જુઓ, સૂર્યની લાલ આંખો જુઓ
જરૂર રાતે કોઈ જિયાફત હશે
સૂરજ બૂલડોઝર, અને તારલા...
એ ઝૂંપડીમાં કચડાતી રૈયત હશે!
સૂરજ લિ.ના ઇસ્યૂનું ભરણું ખુલ્યું
બધી ડાળે કલબલ ને મસલત હશે
નકર તારલા રાતપાળી ન લે
ટકા વીસ બોનસની સવલત હશે
-ઉદયન ઠક્કર
No comments:
Post a Comment