Friday, August 14, 2015

પાકિસ્તાન: જિંદગી ચેનલથી દરિંદગી સુધી....

200થી વધારે બાળકો સાથે થયેલી જિન્સી જ્યાદતી (યૌન શોષણ)ના પાકિસ્તાનના ઇતિહાસના સૌથી ચકચારી ચાઈલ્ડ પૉર્નોગ્રાફી સ્કૅન્ડલથી આમ જનતામાં વ્યાપેલા આક્રોશના ઓછાયા વચ્ચે પડોસી દેશમાં 69મો યોમ-એ-આઝાદી શાયાન-ઓ-શાનથી મનાવાઈ રહ્યો છે ત્યારે જાતજાતના અટકચાળાંથી આપણો જીવ અધ્ધર રાખતા પડોસી દેશ વિશે વાત કરવી છે.

એક તરફ દુશ્મનને એકલે હાથે રગદોળી નાખતી અતિશયોક્તિભરી ગદર બ્રાંડ કટ્ટરવાદી ફિલ્મો બને, તો બીજી તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે ઇતિહાદ બહાલ કરવાના મકસદથી માનવતાવાદી દ્રષ્ટિકોણ સાથેની બજરંગી ભાઈજાન જેવી ફિલ્મ પણ બને. એક તરફ સરબજીતને મુક્ત કરવાનું  દબાણ વધતા જેલમાં જ એની કોટડીમાં ઢોરમાર મારીને એને ખતમ કરવામાં આવે અને બીજી તરફ ગીતા નામની કોઇ છોકરી ભૂલથી સરહદ ઓળંગી જતાં પાકિસ્તાની રેન્જર્સ એને કોઇ સામાજીક સંગઠનને સોંપવા જેટલી રહેમ પણ બતાવે ત્યારે પ્રશ્ન એ થાય કે પાકિસ્તાનનો કયો ચહેરો સાચો? શિદ્દતપસંદ કે અમનપસંદ? 



વિભાજન થયું ત્યારથી ભારત સાથેની સાંસ્કૃતિક સમાનતાઓના એકએક પદચિન્હને પોતાની સરજમીન પરથી ભૂંસવાની કવાયતમાં પાકિસ્તાને કોઇ કસર છોડી નથી. ભગવાન રામના પુત્રો લવ-કુશનો જન્મ લાહોરમાં થયો હતો એવું કોણ માનશે?  મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહારમાં જન્મેલી, પાંગરેલી પોતીકી ઉર્દૂ ભાષાને ત્યાંથી ઉખાડીને પાકિસ્તાનમાં રોપી દેવામાં આવી અને એને મઝહબી લીલા ઝેરના ઈન્જેક્શનો આપી આપીને કોમવાદી રંગ આપવામાં આવ્યો. પાકિસ્તાની પ્રજા અરેબિક વાંચી શકે છે પણ એ ભાષા એમને સમજાતી નથી અને ઉર્દૂના નામે ભારોભાર સામ્યતા ધરાવતી હિન્દી ભાષા સમજે છે, બોલે છે પણ એની દેવનાગરી લિપિ વાંચી-લખી શકતી નથી! સાંસ્કૃતિક સમાનતા ભારત સાથે હોવા છતાં દુનિયાના પ્રથમ ઈસ્લામિક રિપબ્લિક તરીકે ધરાર આગવી ઓળખ ઊભી કરવાની જીદ લઈને પાકિસ્તાન પોતાનું વ્યાપક સાઉદીકરણ કરીને આત્મવંચનામાં સરી પડ્યું છે. ભારત સાથે સાંસ્કૃતિક સમાનતા ન હોત તો પાકિસ્તાનની કુલ વસ્તીના 40%થી વધારે લોકો પંજાબી ભાષા બોલતા હોત અને ઉર્દૂભાષીઓ માત્ર 10% જ હોય?

5 અને 12 જુલાઈ 2015ના રોજ લગાતાર બે રવિવારે સન્ડે ભાસ્કરમાં પાકિસ્તાન વિશે અસગર વજાહતના પુસ્તકને આધારે પ્રસિદ્ધ ચિંતક શ્રી ગુણવંત શાહે લખેલાં બે લેખોમાં પાકિસ્તાનની નિરાશાજનક સ્થિતિનો સાચો ચિતાર મળતો જણાય છે. પાકિસ્તાની પત્રકાર હસન નિસાર અને કૅનેડામાં સ્થાયી થયેલા વિચારક તારીક ફતેહ પાકિસ્તાનના ધર્માંધ, જડસુ લોકોને માફક ન આવે એવી વાસ્તવિકતાના ચાબખાં અવારનવાર ફટકારતા રહે છે. તારીક ફતેહ તો જાહેરમાં નિ:સંકોચ પોતાને હિન્દુસ્તાની તરીકે ઓળખાવે છે. યુટ્યુબ પર ભારત-પાકિસ્તાન વિશેના એમના તટસ્થ અને વેધક અવલોકનોના વીડિયો ચોક્કસ જોવા જેવા છે. પાકિસ્તાનમાં એમના પ્રવચનો પર પ્રતિબંધ છે. દૂરનું જોઈ વિચારી શકતા આ પ્રખર અભ્યાસુ વિચારકના મતે પાકિસ્તાનનું ભવિષ્ય તદ્દન ધૂંધળું છે અને ભારત માટે વિશ્વના ફલક પર પ્રગતિની બહોળી તકો છે. ભવિષ્યમાં ભારત જ વિશ્વશાંતિનું કેન્દ્ર બનશે એવો એમનો મત છે.

સતત સરહદી સંઘર્ષ, લડાઈ ઝઘડાથી કોઇ દેશનું ભલું થયું નથી. 1965ના યુદ્ધમાં પાકિસ્તાનની હાર થઈ હોવા છતાં ત્યાંના ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં પાકિસ્તાનને જ વિજયી લેખાવવામાં આવે છે. સરહદ પરના છમકલાઓમાં ભારતને વિલન તરીકે ચીતરવાની અને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મંચ પર કાયમ ચોરી પર સીનાજોરી કરવાની પાકિસ્તાનની આદતને કારણે જ દૂરદર્શનને "પીટીવી: સચ ક્યા હૈ?" નામનો કાર્યક્રમ શરૂ કરવાની ફરજ પડી હશે. ભવિષ્યમાં કાશ્મીર મુદ્દાના કાયમી નિરાકરણ માટે ભારતે કોઈક આત્યંતિક લશ્કરી પગલું ભરવાની નોબત આવે એ પહેલાં જિંદગી ચેનલની નજાકતભરી ટીવી સીરિયલોવાળું પાકિસ્તાન ત્રાસવાદની દરિંદગીવાળા પાકિસ્તાનને અતિક્રમી જાય એવી સૂતરના કાચા તાંતણા જેવી ઉમ્મીદ ફળશે ખરી? 

Thursday, August 13, 2015

પિક્ચર પઝલ

આમ તો અહીં સાથે મૂકેલી બે તસ્વીરોને એકબીજા સાથે કોઇ સંબંધ હોવાનું પહેલી નજરે લાગતું નથી, પરંતુ બંનેના નામ ભેગા કરતાં એક અર્થપૂર્ણ શબ્દ બને છે જે આજના જમાનામાં ખૂબ પ્રચલિત થ્રી-ડી ટૅકનોલોજિ સાથે જોડાયેલ છે. પહેલી તસ્વીરમાં કબૂતરની એક જાતિ છે અને બીજી તસ્વીરમાં વજનનો એક એકમ છે. બંને ભેગા કરીને શબ્દ બનાવો અને એનો જવાબ તસ્વીરથી થોડી નીચેની તરફ જુઓ:




જવાબ છે:
.
.
.
.
.
.
.
.
.
.
.
હોલોગ્રામ!

આસમાનમાં એકાએક લિસોટા પડતા જોયા છે? (ઉદયન ઠક્કર)

આસમાનમાં એકાએક લિસોટા પડતા જોયા છે ?
અંધારી રાતે વાયુના ફોટા પડતા જોયા છે ?

વૃક્ષો વત્તા વેલી ઓછા માણસ ગુણ્યા ફેકટરીઓ,
અચ્છા અચ્છા ગણવાવાળા ખોટા પડતા જોયા છે.

વચ્ચે આવે સોયનું નાકું, બાકી સુખ તો સામે છે;
લોકોને મેં મોટા ભાગે, મોટા પડતા જોયા છે.

ખોટો માણસ પણ રૂપિયામાં એક-બે આની સાચો છે,
સોળ આનીના રૂપિયાઓને ખોટા પડતા જોયા છે.
(ઉદયન ઠક્કર)

Monday, August 10, 2015

मैँ अनुवाद कैसे करता हूँ (अरविंद कुमार)

अनुवाद के विषय में हिन्दी भाषा के प्रसिद्ध कोशकार श्री अरविंद कुमार के महत्वपूर्ण विचार: 

अनुवाद भाषाओं और संस्कृतियों के बीच संगम का काम करता है. हिंदी ने बहुत सारे अनुवाद किए, कर रही है. हिंदी में एक पूरी पीढ़ी पनप रही थी जो अँगरेजी अनुवादों के माध्यम से संसार के साहित्य से प्रभावित हो रहे थे. उस की झलक रचनाओं में उभार रहे थे. नए नए वाद जन्म ले रहे थे जिन पर अँगरेजी में पढ़े ग्रीक, रोमन या जापानी साहित्य की झलक नज़र आती थी. अगर हम अँगरेजी के ज़रिए संसार का साहित्य न पढ़ पाते तो हमारा मानस जो आज है, वह शायद न हो पाता. 

कहते हैं, ‘सब से अच्छा अनुवाद वह है जिस में अनुवाद की गंध तक नहीं हो ताकि पाठक को ऐसा लगे कि वह मूल कृति ही पढ़ रहा है.’ यह मेरा भी मूल मंत्र और उद्देश्य रहा है. मैंने भी बहुत अनुवाद किए हैं. पिछले तीस सालों से मैंने पेशेवर अनुवादक के रूप में काम नहीं किया है. थिसारस के लिए डाटा संकलन की ऊब से बचने के लिए ही मैं अनुवाद करता रहा हूँ. इसलिए मेरे कई पुस्तकाकार अनुवादों को किए जाने में और उनका प्रकाशन होने में कई साल लग जाते रहे हैं. मुझे परफ़ैक्शन की (पारमिता की) तलाश रहती है, भाषा से, शब्दों से खेलने में बार बार सुधारने की लंबी प्रक्रियाओं से गुज़रना पड़ता है. अँगरेजी से या अँगरेजी के माध्यम से मेरे दो बड़े और प्रकाशित काव्य रूपांतर और अनुवाद हैं—विक्रम सैंधव (राष्ट्रीय नाट्य विद्यालय), जूलियस सीज़र: मूल अँगरेजी पाठ सहित हिंदी काव्य अनुवाद (राधाकृष्ण प्रकाशन), फ़ाउस्ट एक त्रासदी पहला भाग (भारतीय ज्ञानपीठ), फ़ाउस्ट एक त्रासदी अविकल अनुवाद (पहला भाग और दूसरे भाग के पाँचों अंक). और एक है संस्कृत से हिंदी में गद्य अनुवाद सहज गीता (राधाकृष्ण प्रकाशन).

यहाँ मैं अपनी लंबी अनुवाद प्रक्रिया के बारे में कुछ कहना चाहता हूँ. पहले मैं मूल पुस्तक के ज़ैरोक्स प्रिंट निकलवा लेता हूँ. फिर हर पेज के सामने एक दो ख़ाली पन्ने जिल्द में इस तरह बँधवा लेता हूँ कि मूल पाठ बाईं ओर हो और कोरे पन्ने दाहिनी ओर. (इस से यह लाभ होता है कि मूल पाठ हमेशा दिखाई देता रहता है.) पहली बार जो भी अनुवाद मन में आए, चाहे कविता हो या गद्य रूप में, वह सामने वाले कोरे पन्ने पर लिखता रहता हूँ. उस के पूरी तरह सही होने की परवा नहीँ करता. पूरी किताब का ऐसा अधकचरा अनुवाद हो जाने के बाद उठा कर रख देता हूँ. (कोई उसे देखे को समझेगा कि मैं दोनों ही भाषाएँ नहीं जानता!). कुछ महीने बीतने देता हूँ.

अब शुरू होता है दूसरा दौर. इस बार मैं अपने अधकचरे अनुवाद का मिलान मूल पाठ से करता हूँ. ढेर सारी ग़लतियाँ होती हैं—मूल से मेरे भटक जाने की. ये ग़लतियाँ सुधारता मैं पूरा पाठ सही सही लिखने की कोशिश करता हूँ. यह रिवीज़न हो जाने के बाद फिर कुछ दिन मैं दिमाग़ को आराम देता हूँ. फिर से अपने समांतर कोश के डाटा में जुट जाता रहा हूँ. 

और फिर तीसरी बार रिवीज़न. इस बार दूसरे ड्राफ़्ट को जाँचता हूँ. पूरी तरह संतुष्ट होने की कोशिश करता हूँ. तीसरा दौर ख़त्म. इस तीसरे ड्राफ़्ट के आधार पर अब मैं अपनी स्वतंत्र रचना शुरू करता हूँ. उसके कई रिवीज़न करता हूँ. कुछ संतोष होने लगता है तो फिर मूल रचना से मिलाता हूँ. टाइप कराता हूँ या कंप्यूटर में अंकित करता या करवाता हूँ. और फिर ठीक करता हूँ. तभी पाठक को लग सकता है कि वह मूल कृति ही पढ़ रहा है. अभी तक मेरे पास अलमारियों में हर अनुवाद के वे सब ड्राफ़्ट सुरक्षित हैं. हर किताब के ड्राफ़्ट अलग बोरे में बंद हैं. कभी मौक़ा मिला तो खोलूँगा...

Tuesday, August 4, 2015

गया हूँ मैं कहाँ खो ये कभी तो पूछता होगा (सुरेन्द्र चतुर्वेदी)

गया हूँ मैं कहाँ खो ये कभी तो पूछता होगा,
कभी तन्हाइयों में दिल मुझे भी ढूंढता होगा.

मुझे जंगल समझ कर काटना आसान है लेकिन,
करोगे क्या कभी जब पर्वतों से सामना होगा.

तुम्हारा झूठ सारी ज़िन्दगी तुमको रुलाएगा,
मुझे एहसास करके जब तुम्हें सच बोलना होगा.

रखी होंगी किसी की जब कभी मजबूरियाँ गिरवी,
तुम्हारे दिल ने अपने आपसे कुछ तो कहा होगा.

किसी कि चाहतों को आज़माना ही अगर चाहो,
तो तपती धूप के बारे में तुमको सोचना होगा.

सफ़र पे साथ गरचे पंछियों के जा रहे हो तुम,
हुनर घर लौटने का भी उन्हीं से सीखना होगा.

ज़माना देखता है तुमको बस बाहर की नज़रों से,
तुम्हें भीतर की नज़रों से ज़माना देखना होगा.

सुरेन्द्र चतुर्वेदी

Sunday, August 2, 2015

એક નાનકડી મોબાઈલ કવિતા

તમે ડાયલ કરેલો નંબર કોઈ ઉપાડતું નથી,
તમે સળી ન કરો ત્યાં સુધી સંબંધ કોઈ બગાડતું નથી...

અહીં દરેકનો એક જ પ્રકારનો સ્વાર્થી સૂર છે
પરમાર્થનો આગવો રિંગટોન કોઈ વગાડતું નથી...

તમે ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે,
દરેક કૉલર પોતપોતાના સંજોગોથી ત્રસ્ત છે!

થોડાં પ્રકીર્ણ વિચારો....

નિયમિત કસરત કરવાથી જીવનમાં તણાવ ઓછો થાય છે. નિયમિત કસરત કરવા છતાં પ્રૉફેશનલ બૉડી બિલ્ડર જેવો દેખાવ ન મળે તેનાથી જીવનમાં તણાવ વધે છે.

*               *                *                 *                    *                         *

બાહ્ય જગતના વિચારો, નિયમો, સિદ્ધાંતો સાથે થતાં ગતિરોધમાંથી સર્જકને પોતાની અભિવ્યક્તિ માટેનાં વિચારબીજ સાંપડે છે. સર્જકનું કામ પરિવર્તનના 'પ્રહરી' બનવાનું નથી, એણે તો પોતાને દેખાતી અને અકળાવતી વિસંગતિઓ પર કલમ ચલાવતાં 'પ્રહારી' બનવાનું છે. એના સર્જનમાંથી પ્રેરણા લઈને વાચકો વ્યક્તિગત કે સામૂહિક સ્તર પર પરિવર્તન આણવાની કોશિશ કરે એ સર્જનની આડનીપજ ચોક્કસ બની શકે.

*               *                *                 *                    *                         *

ડ્રાય સ્ટેટમાં આલાતરીન શરાબ જોઈને લિકરલોલુપ વ્યક્તિને જે અનુભૂતિ થતી હોય છે કંઈક એવું જ વરસાદની મોસમમાં કવિ અનુભવે છે.