Monday, August 26, 2024

૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારત

૨૦૨૪ની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતનો દેખાવ અપેક્ષા કરતાં નબળો રહ્યો. એકાદ ગોલ્ડ મેડલ સહિત કુલ દસેક ચંદ્રકો જીતવાની આશા હતી એને બદલે પાંચ કાંસ્ય ચંદ્રકો અને એક રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો.

હૉકી ટીમે સતત બીજી વખત કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ સર્જ્યો, પણ હૉકી અને બૉક્સિંગ બંનેમાં નિર્ણાયકો, રેફરીઓના ઘણા વિવાદાસ્પદ નિર્ણયો ભારતની વિરુદ્ધ ગયા હોવા બાબતે ભારતના ઘણા સમર્થકોએ X (જૂનું ટ્વિટર) માધ્યમ પર આક્રોશ વ્યક્ત કર્યો. બૉક્સિંગમાં ખાસ કરીને નિશાંત દેવ ક્વાર્ટર ફાઇનલમાં સ્પષ્ટ વિજેતા હોવા છતાં એને પરાજિત જાહેર કરવામાં આવ્યો. હૉકીમાં ગ્રેટ બ્રિટન સામેની ક્વાર્ટર ફાઇનલમાં અમિત રોહિદાસને એના કોઈ વાંક વગર રેડ કાર્ડ બતાવવામાં આવતાં એણે જર્મની સામેની મહત્ત્વની સેમી-ફાઇનલમાં બહાર બેસી રહેવું પડ્યું અને ભારતીય હૉકી ટીમનો લય તૂટ્યો. એ ઉપરાંત પણ પેનલ્ટી કૉર્નર બાબતના ઘણા નિર્ણયો વિવાદાસ્પદ રહ્યા અને ભારત માટે નડતરરૂપ બન્યા.

જેવેલિન થ્રોમાં પાકિસ્તાની ખેલાડી અર્શદ નદીમે ૯૦ મીટરથી ઉપરનો થ્રો કરીને બધાને ચોંકાવી દીધા. નીરજ ચોપડા ૯૦ મીટરના અંતરને આંબી શક્યા નહિ અને સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો. આ ઉપરાંત ઑલિમ્પિક્સ પૂરી થયા પછી જર્મનીમાં લુસાને ખાતે યોજાયેલી ડાયમંંડ લીગમાં પણ નીરજ ચોપરાનો બીજો નંબર આવ્યો. એ લીગમાં અર્શદ નદીમ ગેરહાજર હતા, પણ ઑલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ગ્રેનેડાના ઍન્ડરસન પીટર્સે ૯૦ મીટર ઉપરનો થ્રો કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો. ખભાની કોઈ ઈજા માટે નીરજે ઑપરેશન કરાવવાનું છે અને આવતી ઑલિમ્પિક્સમાં ૯૦ મીટર ઉપરનો થ્રો નહિ કરી શકે તો સુવર્ણચંદ્રક ભૂલી જવો પડશે. 

શૂટિંગમાં ત્રણ મેડલ મળવાની સાથે આ રમતમાં મેડલની બાબતે ભારતનો બાર વર્ષનો દુકાળ સમાપ્ત થયો. મનુ ભાકરે બે કાંસ્ય ચંદ્રક જીતીને એક જ ઑલિમ્પિક્સમાં ભારત માટે બે મેડલ  જીતનાર પ્રથમ ખેલાડી બનવાનું બહુમાન મેળવ્યું. પરંતુ એ જ મનુ ભાકરે ભારત આવીને કહ્યું કે રમતગમતમાં ભારતના યુવાઓનું કોઈ ભવિષ્ય નથી. આમાં કારકીર્દિ બનાવવાને બદલે બીજું કંઈક કામ કરો. મનુ ભાકરનું નિવેદન હજી ૨૦૨૪માં પણ રમતગમત ક્ષેત્રે ભારતમાં પ્રવર્તતી નિરાશાજનક સ્થિતિનો ઍક્સ-રે આપે છે. ટેબલ ટેનિસમાં ટીમ ઇવન્ટમાં છેક ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચીને ઇતિહાસ સર્જનાર ભારતીય ટેબલ ટેનિસ ટીમની એક સભ્ય નિશા કામથે ટેબલ ટેનિસમાં પોતાનું અનિશ્ચિત ભાવિ પારખીને રમતને અલવિદા કહી દીધી છે અને હવે એ અમેરિકા જઈને ભણતર પર ધ્યાન આપશે.

મીડિયાએ મનુ ભાકર અને નીરજ ચોપરા વચ્ચેના કથિત અફેરની વાતો ચગાવવા માંડી. આ ખેલાડીઓને એવું પૂછવાનું હોય કે હવે આવતી ઑલિમ્પિક્સ માટે શું યોજના છે, રમતમાં વધુ સુધારાઓ કઈ રીતે કરશો એના બદલે એમનાં અંગત જીવનમાં ડોકિયું કરવાની ચેષ્ટા ઘૃણાસ્પદ લાગે છે. આ બાબતે આચાર્ય પ્રશાંતનો એક યૂટ્યૂબ વિડીયો જોવા જેવો છે. જેમાં તેઓ કહે છે કે ભારતનું વાતાવરણ જ એવું છે કે ઑલિમ્પિક્સમાં મેડલ જીતીને ભારત પરત આવેલા ખેલાડીનો ઉત્સાહ ઓછો કરી નાખે છે અને પછી એ જ ખેલાડી બીજી ઑલિમ્પિક્સમાં પોતાના અગાઉના શ્રેષ્ઠ પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકતો નથી. ખેલાડીઓની પ્રતિષ્ઠાને વટાવવા માંગતા રાજકીય પક્ષો, પોતાની પ્રોડક્ટ્સની  જાહેરાત કરાવવા માંગતી કંપનીઓ, ગ્લેમરની દુનિયાના લોકો સાથેની ઊઠબેસ.... આ બધું મેડલ જીતનાર ખેલાડીને એવી રીતે ભરડો લઈ લે છે કે પછી પોતાની રમતથી એનું ધ્યાન ધીરે ધીરે ભટકવા લાગે છે.

કુસ્તીબાજ વિનેશ ફોગાટના કેસમાં બહુ ગંદું રાજકારણ રમાયું. જાપાનની અપરાજેય પ્રથમ ક્રમાંકિત કુસ્તીબાજને હરાવીને એ ફાઇનલમાં પહોંચી હતી અને ફાઇનલમાં એણે જેની સામે રમવાનું હતું એ કુસ્તીબાજને અગાઉ બે વખત હરાવી ચૂકી હતી. એ જોતાં વિનેશનો ગોલ્ડ મેડલ નિશ્ચિત મનાતો હતો. પણ શરીરનું વજન ૧૦૦ ગ્રામ વધારે આવતાં એ ગેરલાયક સાબિત થઈ. આ ૧૦૦ ગ્રામ વજન બાબતે મણ-મણની ચર્ચાઓ થઈ અને વિનેશની તરફેણ અને વિરોધમાં લોકોએ પોતાના વિચારો રજૂ કર્યા. ખુદ વિનેશની પિતરાઈ બહેનો ગીતા અને બબીતા ફોગાટે ઇન્સ્ટાગ્રામ પર આડકતરી રીતે જે લખ્યું એ વિનેશના વિરોધમાં હતું. વિનેશના ઈરાદાઓ સારા હતા કે નહિ એ ભગવાન જાણે, પણ આ બધામાં ભારતનો એક ગોલ્ડ મેડલ છિનવાઈ ગયો. પુરુષોની કુશ્તીમાં અમન સેહરાવતના એક કાંસ્ય ચંદ્રકથી ભારતે સંતોષ માનવો પડ્યો.

છાશવારે ભારતમાં અલગ-અલગ રમતોનાં ઍસોસિએશનોના વહીવટમાં કંઈ ને કંઈ વિવાદો બહાર આવ્યા જ કરે છે અને છેવટે આખું ઍસોસિએશન વિખેરી નાંખવું પડે એવી નોબત ઊભી થાય છે. હૉકીમાં ઇન્ડિયન હૉકી ફૅડરેશનને વિખેરી નાખવું પડ્યું અને હૉકી ઇન્ડિયા નામની નવી સંસ્થા ઊભી કરાઈ. રૅસલિંગમાં રૅસલિંગ ફૅડરેશન ઑફ ઇન્ડિયાને બદલે ઍડ હૉક સમિતિએ કુશ્તીનો બધો કારભાર સંભાળ્યો. યુપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલા ઍનસીપીના પ્રફુલ્લ પટેલે ભારતીય ફૂટબૉલનું નખ્ખોદ વાળ્યું. આ બધામાં છેવટે તો પ્રતિભાશાળી ખેલાડીઓને જ ભોગવવાનું આવે છે અને ઑલિમ્પિક્સમાં મેડલ જીતવાની રહીસહી આશાઓ પર પાણી ફરી વળે છે.


બ્લૉગનું નામ બદલીને 'उधार की ज़िंदगी' કેમ કર્યું?

એક દિવસ વિચાર કરતાં જણાયું કે આપણે જેને આપણા મૌલિક વિચારો માનીએ છીએ, એમાં મૌલિકતા જેવું ભાગ્યે જ કશું હોય છે. અન્ય વ્યક્તિ, સમાજ, વિશ્વ સાથે સંપર્કમાં આવીને આપણે જાતજાતના પ્રભાવો ઝીલતા હોઈએ છીએ અને આપણી અભિવ્યક્તિ પર આની પ્રબળ અસર પડતી હોય છે. 

સાલિમ સલીમના એક ઉર્દૂ શેરની જેમ "अपने जैसी कोई तस्वीर बनानी थी मुझे/ मेरे अंदर से सभी रंग तुम्हारे निकले" એ પ્રકારની સ્થિતિ મોટાભાગના લોકોની હોય છે. ગઝલવિશ્વના છેલ્લા અંકમાં રાજેશ વ્યાસ મિસ્કીને મારી એક ગઝલ છાપી હતી એ ગઝલના કાફિયા અમૃત ઘાયલની એક ગઝલમાંથી લીધા હતા, માત્ર એ કાફિયા ફરતે જે વિચારો વ્યક્ત કર્યા એમાં થોડી નવીનતા હતી. વાતો બધી એકની એક જૂની-પુરાણી હોય છે, માત્ર એ રજૂ કરવાનો ઢંગ બદલાયા કરતો હોય છે અને આપણે કશુંક મૌલિક રજૂ કર્યાનું ગુમાન લઈને પોરસાયા કરીએ છીએ.

આ તો થઈ વિચારોની અભિવ્યક્તિ બાબતે ઉધારની વાત. હવે નાણાકીય દૃષ્ટિએ ઉધારની વાત કરું તો આ વર્ષે આવકની દૃષ્ટિએ ટ્રાન્સલેશનના મુખ્ય વ્યવસાય કરતાં વધારે કમાણી કરી આપનાર શેરબજારમાં રોકાણ કરવા માટે પણ બેન્કો પાસેથી જરૂર પડે ત્યારે ઉધાર રકમ લેતો રહું છું. 

આમ, વૈચારિક અને નાણાકીય બન્ને રીતે ઘણા બધાનું મારા પર ઋણ ચડેલું છે. મરીઝના એક શેરની પંક્તિ યાદ આવે કે "ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે!"

છેલ્લે, ધ્વનિલ પારેખના એક શેર સાથે વાત પૂરી કરું:

દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે

Thursday, August 22, 2024

खूबसूरती पर एक कविता



खूबसूरती के अंदर मुझे आप यह बताओ कि आपकी पर्सनली क्या कमाई है, खूबसूरती हासिल करने में ?

पंक्तियां थीं कि

खूबसूरती जो कमाई नहीं ताप की
अनायास मिलती है शक्ल मां बाप की

खूबसूरती जो कमाई नहीं ताप की
अनायास मिलती है शक्ल मां बाप की

खुद निखरने लगती है, खुद ही ढल जाती है
मेहनत तो इसमें न ढेली भर है आपकी!

फिर भी अकड़ आसमान अड़ जाती है
सुंदरी इतर बावली हो मंडराती है

चमड़ी के निखार का भी घमंड उसे
जो धूप लगते मात्र ही में सड़ जाती है

और वास्तविक खूबसूरती तो स्वभाव है
बौद्धिक लोगों का इसी बात पे झुकाव है

और आप जिसे खूबसूरती बताते हैं
कुछ नहीं वो आपका हार्मोनल चढ़ाव है!

नि:स्वार्थ प्रेम की परिभाषा (जोगिन्दर तिवारी)


Speaker 1 : जोगी जी! 

Speaker 2: हाँ भाई। 

Speaker 1: लोग बहुत बोलते हैं कि मां बाप भगवान का रूप होते हैं और जो माँ का प्रेम होता है वो नि:स्वार्थ प्रेम होता है और आप तो पर नि:स्वार्थ प्रेम की कुछ अलग ही परिभाषा देते हैं कि आप बोलते हैं कि जो स्वयं को जानता है वही नि:स्वार्थ प्रेम होता है। 



Speaker 2: मैं आपको एक कहानी सुनाता हूँ। एक बार हॉस्पिटल में क्या होता है? एक महिला होती है उसको बच्चे का जन्म होता है तो वो अपने बच्चे को उठा कर के छाती से लगाकर एकदम रो रही होती है बिल्कुल प्रेम में एकदम आंसू बहा रही होती है। इतने में डॉक्टर अंदर आता है। डॉक्टर बोलता है आपका बच्चा वो नहीं, वो दूसरा वाला है। आपने गलत बच्चा उठा लिया। वो माँ फटाक से उस बच्चे को छोड़ती है और वो दूसरे वाले को जाकर उठा लेती है। तो ये क्या हुआ?  नि:स्वार्थ प्रेम था ना उसका तो। उसमें स्वार्थ था ही नहीं तो ऐसा क्यों किया? और यह पता है ना आपको कि एक माँ है उसके पास में बच्चा है जिसको वो गले से लगाकर घूम रही है। वो देख रही है कि उसमें बरसात में, ठंड में, गर्मी में, दूसरा बच्चा एक छोटा सा वो भूखा वहाँ पे पड़ा हुआ है। तो इग्नोर करके अपनी कार में बैठ के घुसके निकल जाती है। क्या हुआ नि:स्वार्थ प्रेम का? क्योंकि मेरे का भाव है ना कि ये मेरा है। आगे चल के मेरा सहारा बनेगा तो यह स्वार्थी प्रेम है ना? नि:स्वार्थ कहां से हो गया? नि:स्वार्थ प्रेम तो स्वयं को जान कर ही किया जा सकता है और ये जो माँ बाप भगवान होते हैं कॉन्सेप्ट की वजह से इतने मा-बाप बन रहे हैं लोग और इतने बच्चे पैदा हो रहे हैं। पृथ्वी की ऐसी की तैसी कर दी है। पूरा नेचर खा गये, क्योंकि कुछ नहीं बन सकते तो चलो भगवान ही बन जाये!

દ્રૌપદી વસ્ત્રાહરણ અંગે કૃષ્ણ-અર્જુન સંવાદ

 હાલમાં કોલકતાની એક હૉસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે થયેલ બળાત્કાર અને હત્યાના હિચકારા કૃત્યની દેશ આખામાં ચર્ચા છે ત્યારે આ આખા મામલા અંગે મહાભારત ટીવી શ્રેણીમાં કૃષ્ણ અને અર્જુન વચ્ચે દ્રૌપદીના વસ્ત્રાહરણ અંગે સંવાદનો એક વિડીયો મળ્યો એ વિડીયો અહીં મૂક્યો છે અને હિન્દીમાં એનું લિપ્યંતરણ (transcription) રજૂ કર્યું છે. 



अर्जुन: तो क्या द्रौपदी वस्त्रहरण पर मुझे क्रोध नहीं आना चाहिए था, केशव?

कृष्ण: यह निर्णय तो स्वयं तुम्हें लेना है, पार्थ! किंतु द्रौपदी वस्त्रहरण केवल तुम्हारी व्यक्तिगत समस्या नहीं है, पार्थ! जो समाज इंद्रप्रस्थ की पटरानी महाराज द्रुपद की पुत्री और पांडवों की पत्नी द्रौपदी के वस्त्रहरण पर चुप रह गया वो समाज भला किसी साधारण नारी के मान सम्मान की क्या रक्षा करेगा? द्रौपदी वस्त्रहरण एक सामाजिक समस्या है, पार्थ! एक सामाजिक समस्या है और यह तुम्हारा कर्तव्य है कि तुम उन शक्तियों को नष्ट करने के लिए युद्ध करो, जो किसी द्रौपदी का वस्त्रहरण कर सकती हैं। ये शक्तियां समाज की शत्रु हैं, पार्थ! और जो महापुरुष इस युद्ध में उन शक्तियों के पक्ष में हैं, उनसे युद्ध करने में भी संकोच न करो। अपने व्यक्तिगत क्रोध और व्यक्तिगत मोह के बंधनों से मुक्त होकर लोक कल्याण के लिए युद्ध करो, पार्थ! यही तुम्हारा परम कर्तव्य है।

Wednesday, January 31, 2024

સીમિત પ્રેમનું અસીમ ગીત (સુરેશ દલાલ)

કાળ વિખેરાઈ ગયો છે કેલેન્ડરની તારીખોમાં, ઘડિયાળના કાંટાઓમાં, પાઠ્યપુસ્તકોનાં પાનાંઓમાં. વિખેરાઈ ગયો છે કાળ લગ્નના રિસેપ્શન્સમાં. ક્યાંક જડ થઈને જકડાઈ ગયો છે રંગીન તસવીરોનાં આલબમોમાં. રેશનકાડર્ઝમાં અને ડાઈનિંગ ટેબલ પર કાળ ખવાઈ ગયો છે. કાળ ઑફિસની દીવાલોમાં ચણાઈ ગયો છે. કાળ ગજવામાં ગૂંગળાઈ ગયો છે. વહી જાય છે કાળ ચેકબુકની સહીમાં. કાળે ક્યારેક શાળાની રિસેસમાં પોતાનો નિર્દોષ ચહેરો બતાવ્યો હતો. હવે ક્યારેક એક અજાણ્યા હિલસ્ટેશન પર કાળ પ્રકટ થાય છે, પણ એનો તરડાયેલો ચહેરો જોયો જોવાતો નથી. કાળ ખોવાઈ ગયો છે મેળામાં બાળકની જેમ અથવા શહેરમાં પહેલી વાર આવેલા ગામડિયાની જેમ. કાળને શોધી આપનારને ઈનામ આપવા માટે મરણ ક્યારનું સાબદું થઈને બેઠું છે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * *

માણસને જોઈએ છે શું? થોડોક પ્રેમ, પ્રેમને પ્રકટ કરતાં શબ્દો અને ચુંબનો, હાથમાં હાથ, કોઈનો સાથ, થોડાંક આંસુ, આછાં સ્મિત, પોતે છે એની હોવાપણાની પ્રતીતિ થાય એવું કામ, પોતાની સ્વીકૃતિ, દિવસનો ઉજાસ, રાતની આકૃતિ, સૂવા માટે પથારી, અઢેલવા માટે ઓશીકું, કોઈકની ધાબળા જેવી હૂંફ, થોડાંક સપનાં, ક્યાંક હુકમ કરી શકે એવી સત્તા, મામૂલી મહત્તા, બેન્ક બેલેન્સ, રડવા માટે ખભો, થોડાક આશ્વાસનના શબ્દો - નાખો આ કુત્તાને થોડાક બ્રેડના ટુકડા. એ ભસતો બંધ થશે અને ભ્રમણામાં ને ભ્રમણામાં ફિરસ્તાની જેમ જીવી જશે.

* * * * * * * * * * * * * * * * * * * * * * * *

મેં મારા પડછાયાને રોકી રાખ્યો છે. એને મના કરી દીધી છે હલવા કે ચાલવાની. હું અહીં મારી પ્રિયતમા સાથે. અમારા બન્નેનો પડછાયો એક અને એકાગ્ર. કહે છે કે પ્રેમ તો નિરાકાર અને એને પડછાયો હોતો નથી. અમારો પ્રેમ અત્યારે તો અમારા પડછાયામાં કેદ છે, જેમ રાતે શયનખંડના દર્પણમાં પ્રતિબિંબમાં કેદ હોય છે એમ. પડછાયો અને પ્રતિબિંબ અમારા પ્રેમ પર ચોકીપહેરો નથી ભરતાં. એ તો ગુંજે છે અમારા સીમિત પ્રેમનું અસીમ ગીત.

* * * * * * * * * * * * * * * * * * * * * * * *

એક દિવસ એવો ઊગશે કે જ્યારે હું આથમી ગયો હોઈશ. તમે મને મારા શબ્દોમાં શોધવા મથશો, પણ હું તો ક્યાંક પહોંચી ગયો હોઈશ અશબ્દના પ્રદેશમાં. ક્યાં સુધી તમે રમ્યા કરશો મારા માટીનાં રમકડાં જેવા શબ્દોથી? હું તો મારી રમત-મમત બધું જ અધૂરું મૂકીને ચાલી નીકળીશ. કોઈની રમત ક્યારેય પૂરી થતી નથી હોતી. બધા જ અધૂરી બાજી મૂકીને ચાલી નીકળે છે. તમારા હાથમાં તો અઢળક પત્તાં છે- એમાંથી એકાદ પત્તું ન હોય તો પણ શું? રમત ચાલુ જ રહેવી જોઈએ. એક દિવસ એવો ઊગશે કે જ્યારે તમારી રમત હશે, પણ રમનાર તરીકે હું નહીં હોઉં.

મારી એક જ વિનંતી છે કે આંસુને કદી હુકમનું પત્તું નહીં બનાવતા.

* * * * * * * * * * * * * * * * * * * * * * * *

કોણ કહે છે કે હું અહીંથી ચાલી જઈશ? ક્યારેક હું સૂર્યનું કિરણ થઈને વહેલી સવારે તમારી કાચની બારી પર ઝાકળભીના ફૂલના ટકોરા મારીશ, ક્યારેક સાંજને સમયે હું પાગલ હવાની જેમ તમને વીંટળાઈ વળીશ. ક્યારેક તમારા બગીચામાં તમે હીંચકે ઝૂલતા હશો ત્યારે એક ક્ષણ તમારી બાજુમાં તમને પણ ખબર ન પડે એમ ઝૂલી લઈશ. તમારો હીંચકો સહેજ ધીમો પડશે ત્યારે તમને હું જોયા કરીશ. તમારા જ બગીચાની મધુમાલતીની આંખે.

Sunday, January 7, 2024

કોમલ નિષાદ દ્વારા આયોજિત શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો વિશે

ये लम्हे, ये पल हम बरसों याद करेंगे 
ये मौसम चले गये तो हम फरियाद करेंगे

વડોદરામાં કોમલ નિષાદ નામની એક સંસ્થા દ્વારા વર્ષમાંં ત્રણ-ચાર વખત શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. કાર્યક્રમ સાંભળ્યા પછી ઘરે પાછા ફરતી વખતે મારી મન:સ્થિતિ ઉપરની લમ્હે ફિલ્મના આનંદ બક્ષીએ લખેલા ગીતની પંક્તિઓ જેવી થતી હોય છે. માત્ર લેટેસ્ટ કાર્યક્રમ નહિ, એના બે-ચાર વર્ષ પહેલાં સાંભળેલા ગાયન-વાદનના કલાકારોએ આપેલાંં પર્ફોર્મન્સની કેટલીક યાદગાર ક્ષણો મનમાં હંમેશાં ઘૂમરાયા કરે છે અને નવો કાર્યક્રમ ક્યારે થશે તેની આતુરતાથી રાહ જોતો રહું છું. અલગ-અલગ કલાકારોએ ગાયેલી-વગાડેલી બંદિશો જ મનમાં આવ્યા કરે છે અને દિવસો સુધી કામમાં મન લાગતું નથી. મન કાયમ એ અલૌકિક વાતાવરણમાં પાછું જવા માટે ઝંખના કર્યા કરે છે. 
 
કોમલ નિષાદ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં એવું શું ખાસ હોય છે એની આજે કેટલીક વાતો કરવી છે. અમદાવાદનો સપ્તક સંગીત સમારોહ  હોય કે કોલકતામાં આયોજિત ડોવરલેન મ્યૂઝિક કૉન્ફરન્સ હોય, આવાં ઘણાં સંંગીત સંમેલનોમાં ઘણી વખત પ્રમાણમાં નબળા કહેવાય એવા કલાકારો કોઈને કોઈ  રીતે લાગવગ લગાડીને કાર્યક્રમ આપવાની તક મેળવી લેતા હોય છે. માત્ર વડોદરાનું કોમલ નિષાદ જ એક એવું માધ્યમ છે, જ્યાં કલાકારની પોતાની મેરિટ સિવાય બીજા કોઈ માપદંડો પર વિચાર કરાતો નથી. સપ્તકમાં કલાકારોને પરફોર્મ કરવા માટે વધારે સમય અપાતો નથી. સારા સારા કલાકારો સાથે લોકલ નબળા તબલાવાદકોને ગોઠવી દેવામાં આવે છે. સાઉન્ડ સિસ્ટમવાળા કલાકારોની જરૂરિયાત સમજીને એમને ગમે એવો સાઉન્ડ પૂરો પાડવામાં ઊણા ઊતરે છે. કોમલ નિષાદ સંસ્થા આયોજન બાબતે કોઈ કચાશ છોડતી નથી. સાઉન્ડ ઉત્તમ કક્ષાનો હોય છે. કલાકારને પોતાની કમાલ દર્શાવવા માટે પૂરતી મોકળાશ આપવામાંં આવે છે. કાર્યક્રમની શરૂઆત અને અંત વખતે સંસ્થાના કર્તાહર્તા  અને ઓઍનજીસીમાં કૉર્પોરેટ કમ્યુનિકેશન્સ  વિભાગના વડા તરીકે ફરજ બજાવીને સેવાનિવૃત્ત થયેલા શ્રી શંકર કુમાર ઝા સાહેબ તરફથી કરવામાં આવતા ટૂંકા, ભાવવાહી, હૃદયસ્પર્શી પ્રવચન અને પુષ્પગુચ્છોથી કલાકારના સ્વાગતની પરંપરા સિવાય બીજી કોઈ ખાસ ઔપચારિકતાઓ હોતી નથી, તેથી સમયનો બગાડ થતો નથી. 

સંસ્થા દ્વારા અલગ-અલગ થીમ પ્રમાણે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ચોમાસાની ઋતુ દરમિયાન મલ્હાર ફેસ્ટિવલ આયોજિત થાય છે, જેમાં ગાયન-વાદનના વિવિધ કલાકારો મલ્હાર સમૂહના રાગો પ્રસ્તુત કરે છે. યમન રાગ માટેના ખાસ યમન મહોત્સવનાં આયોજનો પણ ભૂતકાળમાં થઈ ચૂક્યાં છે. એક વખત હોળી દરમિયાન ખાસ હોળીને લગતી રચનાઓ માટે ગાયિકા રાજશ્રી પાઠકનો લાઇટ ક્લાસિકલ વોકલનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ૨૦૨૨માં દિવાળીની આસપાસ સંપૂર્ણ રાત્રિનો કાર્યક્રમ હતો, જેમાં રાત્રે ૯ વાગ્યાથી માંડીને સવારે ૬ વાગ્યા સુધી વારાફરતી કુલ ચાર કલાકારોના (શાહના બેનર્જી, કુમાર મુર્દુર, પ્રત્યુષ બેનર્જી અને અશ્વિની ભીડે) કાર્યક્રમો હતા.

મેં અત્યાર સુધી કોમલ નિષાદના બેનર હેઠળ પંડિત અજય ચક્રવર્તી, ઉસ્તાદ શાહિદ પરવેઝ ખાન, પંડિત અનિંદો ચેટર્જી, પંડિત સુનીલ કાંત ગુપ્તા, પંડિત કુશલ દાસ, રિતેશ-રજનીશ મિશ્રા, પ્રભાકર-દિવાકર કશ્યપ, અનોલ ચેટર્જી, ઉસ્તાદ વાસીમ અહમદ ખાન, ઓમકાર દાદરકર, પંડિત પ્રવીણ ગોડખિંડી, બ્રજેશ્વર મુખર્જી, વગેરે કલાકારોને સાંભળ્યા છે.

હજી ગઈકાલે ૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ગાયિકા નવનીતા ચૌધરી અને એમના પછી સ્લાઇડ ગિટારના દિગ્ગજ કલાકાર પંડિત દેબાશિષ ભટ્ટાચાર્યનું વાદન સાંભળ્યું. પંડિતજીએ રાગ બિહાગથી શરૂઆત કરી અને ત્યારબાદ એમણે રચેલ શંકરધ્વનિ રાગ અને ત્યારબાદ જોગ અને ભૈરવીથી કાર્યક્રમ પૂરો કર્યો. એમના વાદનમાં એટલી કુશળતા હતી કે આ વાજિંત્ર જાણે ગાતું હોય એમ લાગતું હતું. હવે ૨૭ અને ૨૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સવારે અને સાંજે એક-એક એમ કુલ ચાર સેશનમાં જુગલબંધીના કાર્યક્રમો થવાના છે. ઝા સાહેબ કહે છે કે જુગલબંધી શબ્દમાં મને કુશ્તી જેવો ભાવ આવતો હોય એમ લાગે છે. જાણે બે કલાકારો એકબીજા સાથે સ્પર્ધા કરવા મંચ પર આવતા હોય! એના બદલે હું સહગાન, યુગલગાન, કે સહવાદન-યુગલવાદન જેવા શબ્દો વધારે પસંદ કરું. બે કાર્યક્રમો વોકલ ડ્યુએટના રહેશે અને  બે કાર્યક્રમો ઇન્સ્ટ્રુમેન્ટલ ડ્યુએટના રહેશે. 

આ કાર્યક્રમો થયાના બેએક મહિનાની અંંદર સંસ્થાની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ થઈ જતા હોય છે. કોમલ નિષાદની યૂટ્યૂબ ચેનલની લિંક આ પ્રમાણે છે: https://www.youtube.com/@KomalNishadClassicalMusic