Pages

Thursday, August 13, 2015

આસમાનમાં એકાએક લિસોટા પડતા જોયા છે? (ઉદયન ઠક્કર)

આસમાનમાં એકાએક લિસોટા પડતા જોયા છે ?
અંધારી રાતે વાયુના ફોટા પડતા જોયા છે ?

વૃક્ષો વત્તા વેલી ઓછા માણસ ગુણ્યા ફેકટરીઓ,
અચ્છા અચ્છા ગણવાવાળા ખોટા પડતા જોયા છે.

વચ્ચે આવે સોયનું નાકું, બાકી સુખ તો સામે છે;
લોકોને મેં મોટા ભાગે, મોટા પડતા જોયા છે.

ખોટો માણસ પણ રૂપિયામાં એક-બે આની સાચો છે,
સોળ આનીના રૂપિયાઓને ખોટા પડતા જોયા છે.
(ઉદયન ઠક્કર)

No comments:

Post a Comment